Prabhu Tamara Pagle Pagleલગભગ ૨,૬૦૦ વર્ષ પૂર્વે વિશ્વના તારણહાર, ચરમ તીર્થાધિપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુના દિવ્ય ચરણ, ભારતવર્ષની ભૂમિઓને પાવન કરી રહ્યા હતા. તે ભૂમિઓમાં પ્રભુના પાવન કલ્યાણકો થયા, પ્રભુ પર વેદનાભર્યા ઉપસર્ગો થયા, પ્રભુના ચાતુર્માસ થયા અને ઘણી ભૂમિઓમાં પ્રભુની સેવા કરી દેવો -મનુષ્યોએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું. જ્યાં-જ્યાં પ્રભુએ પદાર્પણ કર્યું - તે-તે ભૂમિઓના પરમાણુ પ્રભુના અતિશયોથી ઉર્જામય બન્યા ! પણ કાળના અવિરત પ્રભાવે પ્રભુ વીરની વિચરણ ભૂમિઓનું સ્મરણ માત્ર શાસ્ત્રોમાં રહી ગયું. તે પાવન ભૂમિઓના અવશેષ ભૂંસાવા લાગ્યા. એવી પરિસ્થિતિ બની કે પ્રાચીન ભૂમિઓના વર્તમાન સ્થળો ભુલાઈ ગયા.
ઈસ્વી સન ૨૦૧૮ માં પૂજ્ય ગુરુભગવંતો અને ઇતિહાસકારોના સંશોધનોને એકત્રિત કરીને પ્રભુ વીરની અનેક વિચરણ ભૂમિઓની સ્પર્શના કરતી એક અવિસ્મરણીય યાત્રા થઇ. જે યાત્રામાં પ્રભુના જીવનમાં બનેલા અનેક પ્રસંગોની ભૂમિઓની સ્પર્શના કરવામાં આવી. તે યાત્રામાં તે-તે ભૂમિઓની સ્પર્શના કરવામાં આવી જ્યાં શૂલપાણિ યક્ષ, ચંડકૌશિક અને ગોવાળિયાએ પ્રભુ પર ઉપસર્ગ કર્યા હતા, જ્યાં પ્રભુએ અર્ધ દેવદૂષ્યનો ત્યાગ કર્યો હતો, જ્યાં પ્રદેશી રાજાએ પ્રભુ મહાવીરનું સ્વાગત કરીને તેના રાજ્યનું નામ વજ્રભૂમિ થી "વીરભૂમિ" કર્યું, જ્યાં પ્રભુએ ૫ અભિગ્રહ ધારણ કર્યા હતા, જ્યાં પ્રભુના ચાતુર્માસ - કલ્યાણકો થયા. જ્યાં પ્રભુના સમવસરણ રચાયા હતા, જ્યાં પ્રભુના અંતિમ ચરણો પડ્યા હતા!
સાથે-સાથે તે ભૂમિઓમાં અદ્ભૂત આલંબનો પણ પ્રાપ્ત થયા - તે રાજમહેલની શિલાના દર્શન થયા જેના ઉપર પ્રભુ વીર કદી ચાલ્યા હશે, સાક્ષાત પ્રભુના દિવ્ય સ્વરૂપને દર્શાવનારી જીવિત સ્વામીની પ્રતિમા, માતા ત્રિશલાની ૧૪ સ્વપ્ન યુક્ત પ્રતિમા, પ્રભુ વીરની ૨,૦૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમા જેના પરિકરમાં ચામરધારી ઇન્દ્રોની જગ્યાએ દેવીઓને ચામર વીંઝતા દર્શાવી છે, ૧,૭૦૦ વર્ષથી વધુ પ્રાચીન શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી અભિનંદન સ્વામીની વસ્ત્ર-અલંકારો થી સુશોભિત પ્રતિમાજી, ૨,૦૦૦ વર્ષ પ્રાચીન શ્રી આદિનાથ પ્રભુની અદ્ભૂત જટાયુક્ત પ્રતિમાજીના, સર્પોના સિંહાસનમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૨,૦૦૦ વર્ષ પ્રાચીન પ્રતિમાજી, આચાર્ય સ્થુલિભદ્રની સાધના ભૂમિ અને ગણિકા કોશાના મહેલની ભૂમિ અને પ્રભુ વીરની કૈવલ્યભૂમિના નદી કિનારેથી પ્રાપ્ત થયેલ પ્રાચીન પ્રતિમાજી આદિ અનેક સ્પંદનો અને આલંબનો નો સરવાળો કરતી; પ્રભુ મહાવીરની વિચરણ ભૂમિઓની અદ્ભૂત યાત્રાના સંસ્મરણો એટલે
પ્રભુ તમારા પગલે પગલે...

Comments

Post a comment

Popular posts from this month

Instagram Feed