Skip to main content

Posts

Featured Post

પ્રભુ તમારા પગલે પગલે - દિવસ 6 અને 7

આ લેખ શ્રેણી પ્રભુ મહાવીરની વિચરણ ભૂમિઓમાં અમારી યાત્રાના અનુભવચિત્રોનો તથા સંસ્મરણોનો સમાવેશ કરે છે. પહેલા 5 દિવસોના સંસ્મરણ વાંચવા અહીં ક્લિક કરો .

Thursday, 18th October 2018

17મી સદીમાં પૂજ્ય સૌભાગ્યવિજયજી મહારાજા અનેક તીર્થોની યાત્રા કરતા શ્રી શીતલનાથ પ્રભુની 4 કલ્યાણક ભૂમિ તથા શ્રી મહાવીર સ્વામીની 2 ચાતુર્માસ ભૂમિ ભદ્દીલપુર પહોંચ્યા. યાત્રાના સ્મરણાર્થે લખેલી તેમની તીર્થમાળામાં આ શબ્દોનો સમાવેશ કર્યો -

"તિહાંથી (ગયા થી) સોલે કોસે જાણજો રે, 
ભદ્દીલપુર છે, દતારા પ્રસિદ્ધ રે,
વિષમ મારગ છે, વનખંડે કરી રે, સાથે પંથ દિખાઉં લિદ્ધ રે,
આવ્યા ભદ્દીલપુર ઉલટ ધરી રે, ગિરી ચઢીયા દિન પૂજે ભાય રે,
રાજાનો આદેશ લેઇ કરી રે, ફરસ્યા પારસનાથના પાય રે,
સપ્તફણામણી મૂરતિ પાસની રે, એક ગુફામાં એકમલ્લ રે,
નિપટ સરોવર કમલ ફૂલે ભર્યા રે, નિર્મલ પાણી તાસ અવલ્લ રે,
પૂજીને તે ગિરીથી ઉતરી રે, આવ્યા ગામ દતારે જેથ રે,
જનમ થયો શીતલ જિનરાયનો રે, ચાર કલ્યાણક હુઆ એથ રે"


ભદ્દીલપુરના આ અંતિમ ઉલ્લેખમાં સૌભાગ્યવિજયજી મહારાજાએ જણાવ્યું કે ગયા નામના ગામથી 16 કોસ દૂર ‘દતારા’ ગામમાં આ તીર્થ સ્થિત હતું જેના સમીપના પર્…

Latest posts

પ્રભુ તમારા પગલે પગલે...દિવસ 5

પ્રભુ તમારા પગલે પગલે...દિવસ 4

Instagram Feed