Posts

Showing posts from March, 2021

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો

Image
પરમાત્મા એટલે ઉત્કૃષ્ટ અનંતગુણોનું એક પવિત્રધામ અને મોક્ષ પ્રાપ્તિનું બીજ છે પરમાત્મ ભક્તિ . આપણે જે-જે ગુણો પ્રાપ્ત કરવા છે - તે તમામ ગુણો પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે, એટલે પ્રભુ ભક્તિ કરતા, પ્રભુના ગુણો ગાતા અને પ્રભુમય બનતા પ્રભુના ગુણો ધારણ કરી શકાય છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ પરમ પવિત્ર શ્રી ભક્તામર સ્તોત્રની દશમી ગાથામાં ફરમાવ્યું છે ~ नात्यद् भूतं भुवन भुषण भूतनाथ। भूतैर् गुणैर् भुवि भवन्तमभिष्टुवन्तः तुल्या भवन्ति भवतो ननु तेन किं वा। भूत्याश्रितं य इह नात्मसमं करोति ॥ અર્થાત, હે ભુવનભૂષણ પ્રભુ ! આપના વાસ્તવિક અદ્ભૂત ગુણો વડે આપને સ્તવનારા જગતમાં આપના જેવા થાય છે તો તેમાં કાંઈ બહુ મોટું આશ્ચર્ય નથી ! આપ એવા સ્વામી છો કે તમારા આશ્રિતને પણ તમારા સમાન બનાવો છો !  એક નૂતન ભક્તિ ગીતમાં પણ કવિશ્રી એ કહ્યું છે ~ " અરિહંતના ધ્યાને અરિહંત બની જશું, જિનની ભક્તિ કરતા-કરતા જિન બની જશું ". આવા અનંતગુણોના સ્વામી, તીર્થંકર પ્રભુ પ્રત્યે ભક્તને ભક્તિ જાગે તે સ્વાભાવિક છે. જેમ જળ વિના માછલી રહી શકે નહીં - તેમ એક કૃતજ્ઞ આત્મા પ્રભુ ભક્તિ વિના રહી શકતો નથ