Posts

Showing posts from June, 2023

આગમનની આતુરતા

Image
#1 આંખ ખોલું તો તું દેખાય, બંધ કરું તોય તું દેખાય, સુતા-જાગતા-દરેક કાર્યમાં તારુંજ દ્રશ્ય, શમણામાં પણ તું, વાસ્તવિકતામાં પણ તું, દિવસ રાત તારું સ્મરણ કરું છું. ઘણા-ઘણા-ઘણા સમયથી તારા આગમનની રાહ જોઈ રહ્યો છું , પળો, કલાક, દિવસો, મહિના અને વર્ષો વીત્યા, પણ હજું તું મુઝથી દૂર છો, વરસાદના છાંટા પડે તો તારી યાદ આવે, ઠંડો પવન આવે તો તારી યાદ આવે, ગ્રીષ્મના તાપમાં તારી યાદ આવે, પુષ્પોની મહેકમાં, પક્ષીઓના કલરવમાં, વાંસળીના સૂરમાં, પ્રત્યેક ક્ષણમાં તુંહી-તુંહીના રણકાર સંભળાય છે. તારા વિના હવે મારું મન કશે નથી લાગતું, તું હમણાં આવીશ , હમણાં આવીશ એવા આભાસ થયા કરે છે! ટકટકી લગાવીને તારી રાહ જોઈ રહ્યો છું, જરીક ધૂળ ઉડતી દેખાય તો મને લાગે છે કે, બસ ! તું આવી ગયો ! તારા સ્વાગત માટે મેં આંગણું વાળીને સાફ કર્યું છે, સુગંધી જળના છટકાંવ કર્યા છે, મોતીના ચોક પૂર્યા છે, અક્ષતના મંગળો આલેખ્યા છે, ફુલોથી માર્ગ સજાવ્યો છે, આસોપાલવના તોરણ બંધાવ્યા છે, વાંસના મંડપો રોપ્યા છે, કેશર, કંકુ, અબીર, ગુલાલ, મઘમઘતા ધૂપ, ટમટમતા દીવડાઓ તૈયાર કર્યા છે, હવે તો આવ ! મારો અંતરપટ,મારા નયનો, મારા શ્વાસોશ્વાસ, તારી આતુરતાથી રાહ