તારી યાદ આવે છે...

આજે તારી યાદ આવે છે , ઘણી યાદ આવે છે … યાદ આવે છે તે સાંજ , જે સમયે છેલ્લી વાર , તે મારી સામું જોયું હતું , તારી આંખો યાદ આવે છે , તે જાદુઈ આંખ , તે ચમકદાર આંખ , લાખો વાત એક વારમાં કહી જાતી આંખ , તે વ્હાલ ભરેલી આંખ , તે જીવંત આંખ ! એ આંખની ઊર્મિ હજી યાદ આવે છે , આજે તારી યાદ આવે છે , ઘણી યાદ આવે છે … અરે , શું કહું તને ? આ લોકો તો માનવા પણ તૈયાર નથી કે હું તારા સામે બેઠો હતો. . . સામે શું...તે મને સંબોધીને કહ્યું પણ હતું... પણ જવા દે… લોકો માને કે ન માને , આપણને શું ? તને તો યાદ છે ને ? કે હું ભુલાઈ ગયો ? યાદ હશેજ તને...તું થોડી ભૂલે ? તે સાંજે , રાતરાણીની મીઠી મહેક પ્રસરી રહી હતી કે હવામાં સુવાસ હતી , તે યાદ નથી.. ઝરમર વરસાદ હતો કે શીતળ પવનની ઠંડક હતી , મને યાદ નથી , બસ એટલું યાદ છે કે સમસ્ત વાતાવરણમાં , મને તારુંજ સ્મિત આકર્ષી રહ્યું હતું , પણ કોણ જાણે કંઈ બરાબર લાગતું ન હતું , ઉદાસીનતા છવાયેલી હતી... હું ઘણો મુંઝવણમાં હતો…મન અસમંજસમાં હતું… તને પ્રેમ ભરીને નિહાળું કે તારી વાતો સાંભળું ? જો તારી આંખોને નિહાળતો , તો એટલો ખોવાઈ જતો કે તારું બો