મને યાદ આવશે તારો સથવારો...

શ્રી કરણભાઈ સાથે નાનપણથી ઘણો અંગત સંબંધ. લગભગ સાથે મોટા થયા; શ્રી અષ્ટપ્રકારી પૂજા બાળક મંડળ , શ્રી જીવદયા મંડળ તથા શ્રી મુનિસુવ્રત આરાધક ગ્રુપ ; બધેજ સાથે ભક્તિ કરતા-કરાવતા. એટલે ગુરુદેવ દ્વારા દીક્ષા મુહૂર્ત પ્રદાન થતાંજ ટીકીટો બુક કરાવી. આજ સુધી કોઈ પણ મુમુક્ષુની દીક્ષા જોઈ ન હતી - મારા જીવનનો આ પ્રથમ દીક્ષા મહોત્સવ હતો ; એમાં અંગત મિત્રની દીક્ષા; એમાં મારા ઉપકારી ગુરુદેવની નિશ્રા (પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા); આવા લાભલાભનો સંગમ છોડવો અશક્ય હતો. ૨૭ નવેમ્બર ૨૦૧૯ ની રાત્રે ચેન્નાઇ પહોંચ્યા. વર્ષારાણીએ પહોંચતાજ સ્વાગત કર્યું. સાવકારપેટ વિસ્તારના ચંદ્રપુરી ભવનમાં દિક્ષાર્થી પરિવારે ઉતરવાની સુંદર વ્યવસ્થા કરી આપી હતી. ૨૮ તારીખે પ્રાતઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ જિનાલયની અંજનશલાખા પ્રતિષ્ઠા મહોત્સવ તથા ૪-૪ મુમુક્ષુઓની દીક્ષા મહોત્સવના ભવ્યાતિભવ્ય, હજારોની મેદનીને સમાવનાર વિશાળ મંડપનું ઉદ્ઘાટન થયું . પરમ પૂજ્ય ગુરુદેવાચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેમના વિશાળ શ્રમણ-શ્રમણી ભગવંતોના પરિવારના દર્શન થયા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહ