Posts

Showing posts from October, 2022

પ્રતિબિંબની પ્રતિકૃતિ

Image
પરમ ઉપકારી, અનંત કરુણાના સાગર, પરમકૃપાના ભંડાર, જગદ્ઉદ્ધારક, ચરમ તીર્થાધિપતિ શ્રી નિર્ગ્રંથ જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણકમલમાં કોટી-કોટી વાર મસ્તક મૂકી, નમસ્કાર કરી શ્રી જીવીત સ્વામી પ્રભુ પ્રતિબિંબ નિર્માણ પ્રબંધ ને કહીશ. શ્રી જીવિત સ્વામી પ્રભુના મૂળ સ્વરૂપના દર્શન કરાવતી આ પ્રતિકૃતિ રૂપ પાવન પ્રતિમા, સેંકડો ભાવિકોને શ્રમણ ભગવાન પ્રભુના ધ્યાનમગ્ન સ્વરૂપના સાક્ષાત દર્શન આપનારી રહેવાની છે . ભવિષ્યમાં અનેક ભાવિકોને જીવિત સ્વામી પ્રભુની આ દિવ્ય પ્રતિકૃતિ રૂપ પ્રતિમાનો પાવન પરિચય મળતો રહે અને પ્રભાવ વિસ્તરતો રહે તે હેતુથી આ પ્રબંધ લખવાનો પ્રયાસ કર્યો છે. શ્રી જીવિત સ્વામી પ્રભુ પ્રતિમાની પ્રતિકૃતિ   તેણં કાલેણં, તેણં સમએણં ઈસા પૂર્વ ૫૫૫ વર્ષ (555 B.C.)- દેવાર્ય ૨ વર્ષ પૂર્વે ઋજુવાલુકાના કિનારે જૃમ્ભકગ્રામની ભૂમિમાં સર્વજ્ઞ - સર્વદર્શી બન્યા હતા. ત્યાંથી વિહાર કરીને પાવા, રાજગૃહી આદિ નગરોમાં પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા પોતાની ચ્યવનભૂમિ - બ્રાહ્મણકુંડગ્રામ પધાર્યા. ત્યાં પ્રભુએ તેમના પૂર્વ માત-પિતા દેવાનંદા-ઋષભદત્તને પ્રતિબોધીને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરીને દેવ