વ્હાલા સાથે વ્હાલી વાતો - નવાંગી પૂજાની સંવેદનાઓ

આજથી એક વર્ષ પહેલાની વાત છે. પરમ પૂજ્ય શ્રી રાજધર્મવિજયજી મહારાજા સાથે ભવાનીપુર ઉપાશ્રયમાં તત્વચિંતન કરતા, પરમ પૂજ્ય શ્રી આનંદઘનજી મહારાજા દ્વારા રચિત એક સ્તવનની પંક્તિ સામે આવી - " ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એહ ". ઘણા સમયથી મનમાં રહેલ એક પ્રશ્ન ગુંજતો હતો, પણ તેનું સ્પષ્ટ નિરાકરણ મળતું ન હતું; સ્તવનની પંક્તિથી એ પ્રશ્ન સુસંગત હતો એટલે મેં તરત પૂજ્યશ્રીને પૂછ્યું - " સાહેબ ! દરરોજની દોડાદોડમાં ચિત્ત પ્રસન્ન રે તેવી પૂજા કઈ રીતે કરવી? " ત્યારે સાહેબે તરત સમાધાન બતાવી આપ્યું. સાહેબે મને પૂછ્યું - " તારી પાસે દરરોજ પૂજા કરવા માટે કમસેકમ પાંચ મિનિટ તો હશેજ ?", મેં જવાબ આપ્યો " હા ". ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે- " જયારે પણ સમય મર્યાદિત હોય ત્યારે માત્ર એક ભગવાનની પૂજા કર, અને પૂજા કરતા દરેક અંગ ઉપર વિચારણા કર; પ્રભુના ગુણોનું સ્મરણ કર; જ્યાં સુધી એ ગુણોનું સ્મરણ કરતા રૂવાંટા ન ઉભા થાય ત્યાં સુધી પ્રભુના દરેક અંગની વિશેષતા મનમાં ગૂંથતો રહે ". તેમ કહી સાહેબે સંક્ષેપમાં પ્રભુના નવ અંગોની વિશેષતા કહી અને મારાથી જેટલું બન