Dharma Saarthi


નાનપણ માં vacation ની રજાઓમાં બા (દાદી) સાથે રોજ દેરાસર જવાનો નિયમ. ત્યારે તેમના ભરાવેલા શ્રી ધર્મનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજીની તેઓ દરરોજ અષ્ટપ્રકારી પૂજા કરતા અને મને કરાવતા. કેશર ઘસવાંથી માંડીને આંગી કરતા કલાકો ક્યાં વીતી જતા તેની જાણ ન રહેતી. તે ક્ષણો માણતા અને નિહાળતા મારી ધર્મનાથ દાદા સાથે ક્યારે પ્રીતિ જોડાણી તેની ખબર નહિ

વર્ષો વીત્યા અને vacation ની luxury પણ સમાપ્ત થઇ. રોજની busy life નું બહાનુ આપી અષ્ટપ્રકારી પૂજા નું સ્થાન ૫-૧૦ મિનિટ ની ઉતાવળી પૂજાએ લઇ લીધુંપ્રાયઃ મૂળનાયક પ્રભુની પૂજા કરી ને ભાગવાનું તો જાણે રોજનું routine બની ગયું. ધર્મનાથ દાદા સાથે તો મુલાકાત થતીજ નહિ.

.. ૨૦૧૬ ની સાલમાં, ૧૬મી ઓગષ્ટ ના રોજ જયારે વર્ષો પછી દાદા ની અષ્ટપ્રકારી પૂજા કરવાનો અવસર મળ્યો ત્યારે અનુભવ થયો કે વીતેલા દસકા માં કેટલું ગુમાવ્યું છે. તેના પછી જે નિયમિત દાદા સાથે વાર્તાલાપ થયો છે તેનો આનંદ અવર્ણનીય છે. દાદા ને મળીને જાણે કોઈ બીજી દુનિયા માં transport  થઇ જાઉં છું! દર્શન માત્ર થી બધો થાક ઉતરી જાય છે, બધી ચિંતાઓ દૂર થઇ જાય છે!

૧ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ પ્રથમવાર જયારે વિવિધ પુષ્પો થી દાદા ની અંગરચના કરી ત્યારે આનંદ પરમાનંદ થઇ ગયો ! ત્યાર બાદ તો જાણે વારંવાર તેવી ભક્તિ કરવાનું મન થયા કરે. બજારમાં દર- વખતે અલગ અલગ ફૂલ લઇ આવાનો - તેમને અલગ અલગ design માં સજાવવાનો આનંદજ કાંઈ અનેરો હોય છે. આવી વિવિધ સજાવટ કરતા મન ઘણું પ્રફુલ્લિત રહે છે અને આંગી તૈયાર થયા પછી તો દાદા ને નિહાળી-નિહાળી ને જાણે મન ભરાતુંજ નથી

મારા સાથે હજુ પણ ઘણા લોકો આ આનંદમાં સહભાગી બની શકે તે માટે આ પુસ્તક તૈયાર કરવાની ઈચ્છા જાગી.

દાદા ને મળી ને જે વાતો તેમના જોડે કરું છું, અથવા તેમના સાથેના મિલનમાં અનુભવું છું તેનો સમાવેશ કરવાનો પ્રયત્ન, આ પુસ્તકમાં કર્યો છે. તેના મોટા ભાગ ના શબ્દો પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દવિજય હેમરત્ન સૂરીશ્વરજી મહારાજે રચેલા છે. પ્રેરણા-પત્ર માસિક માં પ્રકાશિત થનાર તેમની પ્રાર્થનાઓ નું શ્રવણ કર્યા બાદ તો જાણે દાદા સાથે પ્રેમ બંધાયા વિના રહેજ નહીંમીરાબાઈ અને અમિર ખુસરો એ તેમના ઇષ્ટ દેવો માટે કરેલી ભક્તિથી પણ મને ઘણી પ્રેરણા મળી છે. તેમને રચેલી પંક્તિઓ નો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે

આ સમસ્ત રચનાઓ અને પ્રભુજી ની દિવ્યતા ના દર્શન કરીને આપણે સહુ પ્રભુમય બનીયે તેવી શુભાભિલાષા.

જિનાજ્ઞા વિરુધ્ધ આ પુસ્તકમાં કાંઈ પણ લખાણું હોય તો તેના માટે હું અંતરથી મિચ્છામિ દુક્કડમ માંગુ છું.


How to read this e-book

Click on "Click to read" button on your device to read the flippable e-book in the full screen mode.

On your cell phone, please rotate to landscape mode and click on fullscreen arrows. This e-book can be flipped like a physical book on a touch screen Laptop/ screen.


Comments

Popular Posts