મારા પ્યારા પ્રભુ

પ્રેમ આ શબ્દમાં એટલી તાકાત છે કે તે અસંભવને પણ સંભવ બનાવી શકે અને અશક્યને શક્ય. સામાન્ય દ્રષ્ટિથી કહું તો પ્રેમમાં વ્યક્તિ ગાંડો ઘેલો બની જાય છે. જો ગાંડો ઘેલો ન થયો હોય તો તેને પ્રેમ થયોજ નથી; પ્રેમી પાછળ ગાંડપણ એ તો એક અલંકાર છે. જે કાર્ય એક પ્રેમી કરી શકે તે એક સામાન્ય વ્યક્તિ માટે પ્રાયઃ અશક્ય હોય છે. પ્રેમ એક એવો સંબંધ છે કે જેની કેટલી પણ વ્યાખ્યા કરીએ, તેને ન્યાય આપી શકાતો નથી. પ્રેમ કોને કહેવાય તે સમજવું હોય તો તેના માટે પહેલા પ્રેમ કરવો પડે. એ અનુભવની વ્યાખ્યા એટલે પ્રેમ. પ્રેમની સાચી અનુભૂતિ તો અનંદઘનજી, મીરાબાઈ અથવા અમીર ખુસરો જેવા બડભાગી લોકોજ કરી શકે... પણ પ્રેમની કંઈ મોનોપોલી થોડી છે? એ તો કોઈ પણ કરી શકે. મેં પણ કર્યો છે. આજે મારા પ્રિતમને એક પત્ર લખીને મારા મનની વાત કહેવાનો धाडस કરું છું. (धाडस એક મરાઠી શબ્દ છે; ગુજરાતી કે હિન્દી શબ્દકોશમાં આ શબ્દને ન્યાય આપતો બીજો કોઈ શબ્દ નથી મળતો. સામાન્યતઃ દુસ્સાહસ અથવા ગુસ્તાખી કહી શકાય). મારા પ્રીતમની શું વાત કરું. એના પાસે તો મારા જેવા લાખો ચાહકો છે. મને ખબર છે કે તેને મારી જેમ રોજના ઢગલાબંધ લોકો પત્રો લખતા હશે. તે લોકો મારાથી સા