હિંસા નાં ત્યોહાર (Festivals of Bloodshed)
જીવ છે એના માં પણ ,
દર્દ થાય એને પણ ,
ધૃજી ઉઠે છે એનું શરીર ,
જ્યારે મૌત સામે દેખાય છે !
આંખથી વહે છે આંસુ !
પણ એ અબોલ પશુ શું કરે ?
તડફડે એના કૈદમાં,
બીજું કંઈનાં કરી શકે !

શું જમાનો છે આ !
જ્યાં ધોવાય ગઈ છે કરુણા !
જ્યાં આનંદ આવે, હત્યામાં !
ત્યોહારો ઉજવાય, લોહીની નદિયોંમાં!

એટલોજ શોખ છે 'બલી' નો ,
તો આપો પોતાના અહંકારની બલી !,
આપો પોતાના ક્રોધની બલી ,!
આપો પોતાની માયાની બલી,!
આપો અજ્ઞાનતાની બલી !
નાં! પણ તમે તો આપશો મુક પશુઓની બલી!

કોઈને મારતા પેહલા , સૌ વાર વિચારજો!
એ જીવ પણ કોઈની સંતાન છે !
એ જીવ પણ કોઈની માં છે !
એ જીવમાં પણ જીવ છે !

Comments

Post a Comment

Popular Posts